મોરબી : મોરબી જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે કોરોના સામે રક્ષણ મળે તે માટે મોડપર ગામમાં સેવાભાવી ગામલોકો દ્વારા ગત તા. 19ના રોજ ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે કરવામાં આવ્યું હતું. જેનો અનેક લોકોએ લાભ લીધો હતો.