મોરબી : GETCO દ્વારા સબ સ્ટેશન તથા લાઇનનુ અગત્યનુ સમારકામ કરવાનુ હોવાથી વીજ પુરવઠો અમુક સ્થળોએ પુરવઠો મળી શકશે નહીં. આવતીકાલ તા. 21ના રોજ બુધવારે 66 કેવી જેતપર, 66 કેવી વેજલપર તથા 66 કેવી અણીયારી ચોકડીમાંથી નિકળતા તમામ ઔદ્યોગિક અને ખેતીવાડી ફીડરમાં સવારે 6થી સાંજે 6 વાગ્યા સુધી તેમજ 66 કેવી રંગપર-2માંથી નિકળતા તમામ ફીડરમાં સવારે 8થી સાંજે 4 વાગ્યા સુધી પાવર સપ્લાય બંધ રહેશે. કામ વહેલુ પુરુ થયે કોઇપણ પ્રકારની જાણ કર્યા સિવાય વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવામાં આવશે. તેમ GETCO દ્વારા યાદીમાં જણાવાયું છે.