પરિસ્થિતિ પ્રમાણે 25 એપ્રિલ બાદ નિર્ણય જાહેર કરાશે વાંકાનેર : વાંકાનેર પંથકમાંસ કોરોનાની આફતને લઈને જનજીવન પર માંથી અસર પહોંચી છે.કોરોના કહેરને કારણે પરિસ્થિતિ હજુ કાબુ બહાર છે. ત્યારે આ પરિસ્થિતિને ધ્યાને લઈને વાંકાનેરના માર્કેટ યાર્ડને તા.25 એપ્રિલ સુધી બંધ રાખવામાંનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે અને પરિસ્થિતિ પ્રમાણે 25 એપ્રિલ બાદ નિર્ણય જાહેર કરાશે. હાલના તબકકે ફાટી નિકળેલા રોગચાળા અને કોરોનાની પરિસ્થિતીને ધ્યાનમાં રાખી આગામી તા.25 એપ્રિલને ૨વીવાર સુધી વાંકાનેર માર્કેટયાર્ડનું તમામ કામકાજ બંધ રાખવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.ત્યાર બાદ પરિસ્થિતી પ્રમાણે તા.25 ના રોજ નવી જાહેરાત કરવામાં આવશે. આ સાથે વાંકાનેર માર્કેટયાર્ડ સાથે સર્લગ્ન તમામ ખેડૂતો, વેપારીઓ,દલાલો,વાહનચાલકો અને મજુરોએ આ બાબતની નોંધ લેવી. તેમજ નવા માલની ઉતરાઈ બંધ હોઈ નવો માલ લાવવો નહી.તેવું વાંકાનેરએ.પી.એમ.સી.ના સેક્રેટરીની યાદીમાં જણાવાયું છે.