મોરબી : ખરેડા ગામે સિરામિક એસોસિએશનના સહયોગથી રેપીડ ટેસ્ટ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં ગામના 94 લોકોએ હોંશભેર ટેસ્ટ કરાવ્યો હતો. જે લોકો પોઝિટિવ આવ્યા હતા. તેઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડી હોમ આઇસોલેટ કરવામાં આવ્યા હતા. આ કેમ્પ બદલ ગ્રામજનોએ સિરામિક એસો.નો આભાર પણ વ્યક્ત કર્યો હતો.