વાંકાનેર : વાંકાનેરમાં નવાપરામાં વાસુકી દાદા મંદીર પાસે આદમભાઈ ઉસ્માનભાઈ કટીયાને ગઈકાલે તા. 19ના રોજ ગે.કા. રીતે નશીબ આધારીત વર્લી ફીચરના આંક લખી જાહેરમાં જુગાર રમતા પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપી પાસેથી રોકડ રૂ. 440 જપ્ત કર્યા છે. તેમજ આરોપી આદમની અટકાયત કરી તેની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે.