રૂ. 69,180નો મુદામાલ જપ્ત, બે પકડાયા મોરબી : મોરબી તાલુકાના રફાળેશ્વર ગામમાં વિદેશી દારૂની 180 બોટલો ભરેલ કાર ઝડપાઇ છે. પોલીસે રૂ. 69,180નો મુદામાલ કબ્જે કર્યો છે. તથા બે શખ્સોને પકડી પાડ્યા છે. મોરબી તાલુકાના રફાળેશ્વર ખોડીયાર માતાજીના મંદિર પાસે સર્વિસ રોડ ઉપર આરોપીઓ ઘનશ્યામસિંહ ડાયાભાઇ પરમાર અને કરણસિંહ ધારાભાઇ ગોહિલ મારૂતિ કંપનીની સ્વીફટ ડીઝાઇર કાર રજી.નં.GJ-12-AE-5372માં ગે.કા. પાસ પરમીટ કે આધાર વગર અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 180 બોટલો (કિ.રૂ. 69,180)નો મુદ્દામાલ વેંચાણ કરવાના ઇરાદે હેરાફેરી કરી રહ્યા હતા. ત્યારે પોલીસે બંનેને પકડી લીધા છે. તેમજ પોલીસે વિદેશી દારૂનો જથ્થો અને કાર મળી કુલ રૂ. 1,69,180નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં પારસ ઉર્ફે સુલતાનનું નામ ખુલ્યું છે. હાલમાં પોલીસે ત્રણેય આરોપીઓ સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે. તેમજ આરોપીઓ ઘનશ્યામસિંહ અને કરણસિંહની અટકાયત કરી છે. અને આરોપી પારસને પકડવા તજવીજ હાથ ધરી છે.