મોરબી : મોરબીમાં કોરોનાને કારણે પરિસ્થિતિ ગંભીર થતી જાય છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે મોરબીમાં સેવાભાવી લોકો યથાશક્તિ દાન કરી રહ્યા છે. ત્યારે શકત-શનાળા ગામના રહેવાસી અને મોરબીની નવયુગ વિદ્યાલયના બસ ડ્રાઈવર નીરુભા બાલુભા ઝાલા દ્વારા યંગ ઇન્ડિયા ગ્રુપ સંચાલિત કોવિડ કેર સેન્ટરને એક મહિનાનો પગાર રૂ. 11,111 અર્પણ કરવામાં આવ્યો હતો. તેમજ જરૂર પડ્યે સેન્ટરમાં ડ્રાઈવર તરીકેની સેવા આપવાની તત્પરતા દાખવી હતી. ત્યારે એવું ચોક્કસ કહી શકાય કે સામાન્ય વ્યક્તિ હોય કે અગ્રણી હોય, તેઓ આ રીતે સહાય કરવા આગળ આવશે તો મોરબી જલ્દીથી કોરોનાની કપરી પરિસ્થિતિમાંથી બહાર આવી જશે.