મોરબી : મોરબીમાં અનેક ઉદ્યોગપતિઓ દ્વારા કોવિડ કેર સેન્ટરમાં જરૂરી સુવિધા ઉપલબ્ધ કરવા માટે દાનની સરવાણી વહાવવામાં રહી છે. ત્યારે ગજાનન પ્રોડક્ટ અને જે. પી. કલેઝ કમ્પાઉન્ડના માલિક સંદીપભાઈ ત્રિભોવનભાઈ દેત્રોજા દ્વારા પાટીદાર કોવિડ કેર સેન્ટરમાં રૂ. 2 લાખ, જલારામ કોવિડ કેર સેન્ટરમાં રૂ. 1 લાખ અને યંગ ઇન્ડિયા ગ્રુપ સંચાલિત કોવિડ કેર સેન્ટરમાં રૂ. 1 લાખ એમ કુલ રૂ. 4 લાખનું અનુદાન આપવામાં આવ્યું છે.