મોરબી : જય ભીમ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ-મકનસર દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ અનુસંધાને યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ચાલતા સમરસતા કોવિડ કેર સેન્ટરને રૂ. ૨૫,૦૦૦નું ડોનેશન આપવામાં આવ્યું છે. હાલની કોરોના મહામારીમાં માણસ જ્યારે જીવવા માટે વલખા મારે છે ત્યારે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા તમામ સમાજના લોકો માટે ચલાવવામાં આવતા સમરસતા કોવિડ કેર સેન્ટરને જુના મકનસર ગામના જય ભીમ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકરની ૧૩૦મી જન્મજયંતિ અનુસંધાને રૂ. ૨૫,૦૦૦નું ડોનેશન આપવામાં આવેલ છે. આ સાથે ટ્રસ્ટના સભ્યો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલની મહામારીના સમયમાં સક્ષમ સમાજના લોકો પોતાના સમાજના લોકો માટે કોવિડ કેર સેન્ટર બનાવે છે. ત્યારે ગરીબ સમાજના લોકો માટે સમરસતા જેવા કોવિડ કેર સેન્ટરનું હોવું ખુબ જ જરૂરી છે. યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આ સમરસતા કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે, એ ધન્યવાદને પાત્ર છે. આ સાથે તેઓએ યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટર દેવેનભાઈ રબારીનો ખાસ આભાર માન્યો હતો.