માત્ર શાકભાજી, દૂધ અને મેડિકલની દુકાનો ખુલ્લી રહેશે હળવદ : હળવદમાં બુધવારથી પાંચ દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. માત્ર શાકભાજી, દૂધ અને મેડિકલની દુકાનો ખુલ્લી રહેશે. હળવદ શહેરમાં કોરોનાનુ સંક્રમણ વધી રહ્યું છે. જેને ધ્યાનમાં લઈને ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા સહિતના રાજકીય આગેવાનોની અપીલ બાદ વેપારી મહામંડળ અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય લેવાયો છે. જે મુજબ હળવદમાં આગામી તા. 22થી 26 સુધી સજ્જડ બંધ રહેશે. માત્ર જીવન જરૂરિયાત માટે દૂધ, શાકભાજી અને મેડિકલની દુકાનો ખુલ્લી રહેશે.