મોરબી : મૂળ હળવદ તાલુકાના ઘણાદ ગામના વતની અને હાલ મોરબી તાલુકાના ઊંચી માંડલ ગામમાં જીઓબાથ સેનેટરી વેર સીરામીકમાં કામ કરી કંપનીના મજૂર ક્વાર્ટરમાં રહેતા 24 વર્ષીય ભુપતભાઇ પુનાભાઇ વીંઝવાડીયાએ ગઈકાલે તા. 17ના રોજ પોતાના રૂમમાં કોઇ કારણોસર ઝેરી દવા પી લીધી હતી. આથી, તેનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.