માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ ભંગ બદલ ડઝનેક રીક્ષા, 10 જેટલા દુકાનદારો, રેકડીધારકો ઝપટે મોરબી : મોરબીમાં કોરોનાની ભયાનક પરિસ્થિતિ વચ્ચે પોલીસ રાત્રી કરફ્યુ અને કોવિડ ગાઈડલાઈનનો સખત અમલ કરાવી રહી છે. જેમાં મોરબી જિલ્લામા પોલીસ ગતરાત્રે કરફ્યુ ભંગ તેમજ દિવસ દરમિયાન કોવિડ ગાઈડલાઈનનો ભંગ કરનાર 42 સામે કાર્યવાહી કરી હતી. જેમાં માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ ભંગ બદલ ડઝનેક રીક્ષા, 10 જેટલા દુકાનદારો, રેકડીધારકો ઝપટે ચઢી ગયા હતા. મોરબીમાં શનિવારે રાત્રે કરફ્યુ ભગ કરતા 4 લોકો, એક રીક્ષા તેમજ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરનાર અશોક રસ ચિચોડાની દુકાન,ફ્રૂટની લારી નિયમ કરતા વધુ પેસેન્જરોનું હેરાફેરી કરી માસ્ક તથા સોશ્યલ ડિસ્ટન્સના ભંગ બદલ 6 રીક્ષાચાલકો વાંકાનેરમાં ત્રણ દુકાનદારો, પાથરણાવાળો, સોનમ ઇલેક્ટ્રિકની દુકાન, કરીયાણાની બે દુકાનના માલિકો, ઇકો કાર, માળીયા (મી.)માં નિયમ કરતા વધુ પેસેન્જરોની હેરાફેરી કરી માસ્ક તથા સોશ્યલ ડિસ્ટન્સના ભંગ બદલ બે રીક્ષાચાલકો, ભીમાણી વાસણ ભંડાર નમાંની દુકાનના માલિક, ટંકારામાં નિયમ કરતા વધુ પેસેન્જરોની હેરાફેરી કરી માસ્ક તથા સોશ્યલ ડિસ્ટન્સના ભંગ બદલ બે રીક્ષાચાલકો, એક બાઈક ચાલક, એક ઇકો કાર ચાલક,તેમજ હળવદમાં ઘાસચારાની લારી, ફ્રૂટની લારીના માલિકો સાથે વધુ ભીડ એકત્ર કરવા મામલે ગુનો નોંધીને પોલીસે કાર્યવાહી કરી હતી. આમ, સમગ્ર જિલ્લામાં પોલીસે શનિવારે 42 લોકો સામે કાર્યવાહી કરીને કાયદાનું ભાન કરાવ્યું હતું.