મોરબી : મોરબીમાં ઇન્ડિયા ગ્રૂપ દ્વારા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી રફાળેશ્વર ખાતે આવેલ આદર્શ નિવાસી શાળા ખાતે સર્વ સમાજ માટે કોરોના કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.જેમાં અનેક ઉદ્યોગપતિઓ સહિતના સમાજ શ્રેષ્ઠીઓ પોતાનાથી બનતી મદદ કરવા આગળ આવી રહ્યા છે. જેમાં આજે સોનસેરા સિરામિકના રમણિકભાઈ છગનભાઈ દેથરિયા દ્વારા રૂ. 50 હજારનું અનુદાન આપવામાં આવ્યું છે.