કોવિડ સેન્ટરમાં દર્દીઓની સેવા માટે અનેક સમાજશ્રેષ્ઠીઓએ દાનનો ધોધ વ્હાવ્યો મોરબી : મોરબીમાં કોરોના દર્દીઓ માટે યંગ ઇન્ડિયા ગ્રુપ સંચાલિત કોવિડ કેર સેન્ટર કાર્યરત છે. આ સેન્ટરને દાતાઓ ઉદરહાથે સહાય આપી રહ્યા છે. આજે પણ સેવાભાવી આગેવાન બાબુભાઇ ડાંગર( બોરીચા) દ્વારા આ સેન્ટરને રૂ. 51 હજારનું અનુદાન આપવામાં આવ્યું છે. મોરબીમાં હરહંમેશ દરેક સમાજના જરૂરિયાત મંદોની મદદ માટે તત્પર રહેતા જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા હાલની કોરોનાની વિકટ પરિસ્થિતિમાં તમામ સમજના દર્દીઓની વહારે આવીને સર્વજ્ઞાતિના લોકો માટે રફાળેશ્વર ખાતે વિનામૂલ્યે કોરોના કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.જેમાં કપરી પરિસ્થિતિ વચ્ચે ખરા અર્થમાં માનવ સેવા માટે કાર્યરત કોવિડ સેન્ટરમાં દર્દીઓની સેવા માટે અનેક સમાજ શ્રેષ્ઠીઓ વહારે આવી રહ્યા છે. આજ રોજ આ કોવિડ કેર સેન્ટરને શહેરના જાણીતા સેવાભાવી આગેવાન બાબુભાઇ ડાંગર ( બોરીચા) દ્વારા રૂ. 51 હજારનું અનુદાન આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે બાબુભાઇ ડાંગર હરહમેંશા સેવાકીય પ્રવૃત્તિમાં પોતાનું યોગદાન આપતા આવ્યા છે. ત્યારે મોરબી ઉપર આવી પડેલી કોરોનારૂપી આફ્તમાં પણ તેઓએ પોતાનું યોગદાન આપી સામાજિક ઉતરદાયિત્વ નિભાવ્યું છે.