હળવદ : હળવદ તાલુકાના સૂર્યનગર (સુંદરગઢ) નજીક એમ્બ્યુલન્સ અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિના મોત અને એક વ્યક્તિનને ઇજા પહોંચી છે. આજે તા. 17ના રોજ બપોરે 3-45 વાગ્યા આસપાસ મોરબીથી હળવદ તરફ જતી એમ્બ્યુલન્સને સૂર્યનગર (સુંદરગઢ) પાસે ડમ્પરે હડફેટે લેતા ભયાનક અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એમ્બ્યુલન્સમાં સવારના ત્રણ લોકોના મૃત્યુ થયા છે. તેમજ એક મહિલા ઈજાગ્રસ્ત થઇ છે. બનાવને પગલે લોકો એકઠા થઇ ગયા હતા. હાલમાં હળવદ પોલીસ કાફલો બનાવસ્થળે પહોંચી ગયો છે. અને પોલીસ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.