મોરબી : શહેર - જિલ્લામાં શુક્રવારે કરફ્યૂ જાહેરનામાં તથા કોવિડ ગાઈડલાઇન્સ અન્વયે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક વિના ફરતા લોકો સામે કુલ 35 કેસો કરવામાં આવ્યા હતા. કોવિડ ગાઈડલાઇન્સ અન્વયે લાગુ થયેલા એપિડેમીક એક્ટ સહિત વિવિધ કલમો હેઠળ પોલીસે કુલ 35 લોકો સામે કેસ કર્યા હતા. મોરબી સીટી. એ. ડીવી. પો. સ્ટે. વિસ્તારમાં માસ્ક વિના ફરતા 8, કરફ્યૂમાં દુકાન ખુલ્લી રાખવા બદલ 4, કરફ્યૂ દરમ્યાન જાહેરમાર્ગો ઉપર બિનજરૂરી આંટાફેરા કરવા બદલ 5 લોકો સામે તથા મોરબી સી.ટી બી. ડીવી. પોલીસે કરફ્યૂ દરમ્યાન દુકાન ખુલ્લી રાખવા બદલ 2 વેપારીઓ સામે તથા સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ 3 લોકો સામે વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરી હતી. જ્યારે વાંકાનેર સીટી પોલીસે કરફ્યૂમાં દુકાન ખુલ્લી રાખવા બદલ 1 માસ્ક વગર બહાર નિકળેલા અથવા દુકાને બેસેલા 2 નાગરિકો સામે તથા વાંકાનેર તાલુકા પોલીસે સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ 3 લોકો સામે દંડનાત્મક કાર્યવાહી કરી હતી. ટંકારા પોલીસે સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ 3 માળીયા મી. પોલીસે માસ્ક વિના તથા સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ 2 સામે હળવદ પોલીસે સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ 2 લોકો સામે કેસ કરી દંડનાત્મક કાર્યવાહી કરી હતી. આમ શુક્રવારે દિવસ-રાત દરમ્યાન કુલ 35 લોકો સામે આઈપીસી કલમ 188, 269, 270, તથા એપિડેમીક ડીસીઝ એકટની કલમ 3 તથા 3 (1) તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટની કલમ 51 (બી) હેઠળ દંડનાત્મક કાર્યવાહી કરી હતી.