મોરબી : મોરબી તાલુકાના રંગપર (બેલા)માં સીરામીક ફેક્ટરીમાં 10 ફૂટની ઊંચાઈએથી પડતા યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે. મૂળ દાહોદ જિલ્લાના ટાંડા ગામના વતની હાલ મોરબી તાલુકાના રંગપર (બેલા) ગામ ખાતે ગ્રેવીટી સીરામીક કંપનીમાં કામ કરતા અને કંપનીની લેબર કોલોનીમાં રહેતા રમેશભાઈ ભુદરભાઈ ધુધ (ઉ.વ. 32) ગત તા. 17 માર્ચના રોજ કંપનીમાં 10 ફૂટની ઉંચાઈએથી પડી જતા ઈજા થઈ હતી. આથી, પ્રથમ તેને મોરબીની ખાનગી હોસ્પિટલ મોરબી બાદ રાજકોટની ખાનગી હોસ્પિટલ ખાતે સારવારમાં દાખલ કરેલ હતા. ત્યારબાદ તેને તા. 19 માર્ચના રોજ અમદાવાદની સિવીલ હોસ્પિટલ ખાતે ટ્રોમાં ICUમાં દાખલ કરેલ હતા. જ્યાં તેનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે. આ બનાવ અંગે ગઈકાલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.