મોરબી : મોરબી તાલુકાના નવા જાબુંડીયામાં યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. યુવકે દેણામાં આવી જતા આર્થિક ભીંસના લીધે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. મૂળ મધ્યપ્રદેશના ખારગોન જિલ્લાના ગોગાવા તાલુકાના ગોપાલપુરાના વતની હાલ મોરબીના નવા જાબુંડીયા ગામમાં સીલીકોન સીરામીક રહી કામ કરતા દીનેશભાઇ સરદારભાઇ ડાવરે ગઈકાલે તા. 15ના રોજ સીરામીકની ઓરડીમા સફેદ પાટી (દોરડા) વડે ગળે ફાસો ખાઇ લીધો હતો. આથી, તેમનું મૃત્યુ થયું હતું. યુવકને વતનમાં દેણું થઇ જતા અંતિમ પગલું ભર્યું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.