માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરનાર 8 દુકાનદાર, કરફ્યુ અને માસ્કના નિયમનું ઉલ્લંઘન કરનાર 14 લોકો તેમજ વધુ પેસેન્જર ભરનાર 8 રીક્ષા ચાલકો સામે ગુનો નોંધાયો મોરબી: ગુરુવારે રાત્રે પુરા થતા 24 કલાક દરમ્યાન મોરબી જિલ્લાના તમામ તાલુકામાંથી પોલીસે કરફ્યુ ભંગ, સોશિયલ ડિસ્ટન્ટસની અવહેલના, માસ્ક પહેર્યા વિના નીકળેલા કે માસ્ક વિના દુકાને-રેન્કડીઓ પર વેપાર કરતા ધંધાર્થીઓ સામે વિવિધ કલમો હેઠળ કેસો કર્યા હતા. 14 લોકો સામે કરફ્યુ ભંગ અને માસ્ક ન પહેરવા બાબતે, 8 દુકાનદારો સામે માસ્ક ન પહેરવા બાબતે તેમજ 8 રીક્ષા ચાલકો સામે વધુ પેસેન્જર બેસાડવા બાબતે જ્યારે 3 લારી ધારકો સામે વધુ લોકો એકત્ર કરવા બાબતે આમ કુલ 33 લોકો સામે કાર્યવાહી કરવામા આવી હતી. મોરબી સીટી એ.ડીવી. પો. સ્ટે. વિસ્તારમાં 10 લોકોને જાહેરનામાં મુજબ કરફ્યૂ ભંગ તથા માસ્ક વિના ફરતા ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી બી ડીવી. પો. સ્ટે. વિસ્તારમાં ચાર રીક્ષાચાલકો વધુ પેસેન્જર બેસાડી નીકળતા સામે આઇપીસી કલમ 188, 269 તથા એપિડેમીક ડીસીઝ એક્ટ 1897ની કલમ 3 મુજબ ગુન્હો નોંધી ઉક્ત વાહનો ડિટેઇન કરી ધોરણસરની કાર્યવાહી કરી છે. જ્યારે ખાસ અને ઇમરજન્સી કામ વગર લટાર મારવા નીકળેલા ત્રણ શખ્સો તેમજ ખારીનાકા પાસેથી કરફ્યૂ દરમ્યાન દુકાન ખુલી રાખનાર દુકાનદાર સામે પણ કાર્યવાહી હાથ ધરાઈ છે. વાંકાનેર સીટી પોલીસ સ્ટે. વિસ્તારમાં વધુ પેસેન્જર ભરીને નીકળેલા રીક્ષાચાલક તેમજ દુકાનમાં માસ્ક પહેર્યા વગર ધંધો કરતા 5 દુકાનદારો સામે જાહેરનામાં ભંગની વિવિધ કલમો હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.જ્યારે વાંકાનેર તાલુકા પોલીસે માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરનાર 4 દુકાનદારો તેમજ વધુ પેસેન્જર ભરીને નીકળેલા રીક્ષાચાલક સામે વિવિધ જાહેરનામા ભંગની અલગ અલગ કલમો હેઠળ કેસો કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ટંકારા પોલીસે નગરનાકા પાસેથી કરફ્યૂ દરમ્યાન તુફાન વાહન લઈને નીકળેલા વ્યક્તિ સામે ગુન્હો નોંધી ઉક્ત વાહન ડિટેઇન કરી ધોરણસરની કાર્યવાહી કરી છે. સાથે એક રીક્ષાચાલક સામે વધુ પેસેન્જર ભરવા બદલ તેમજ 3 લારી ધારક સામે વધુ લોકો એકત્ર કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે.