પવન ખાવા જાનના જોખમે સીડી વડે નીચે ઉતરવા ગયા મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલમાં આજે રાતના અરસામાં સારવાર લઈ રહેલા કોરોનાગ્રસ્ત દાદા પવન ખાવા માટે બીજા માળેથી નીચે ઉતરવા ગયા હતા. જો કે તેમનો આ પ્રયાસ અસફળ રહ્યો હતો. મોરબી સિવિલમાં આજે રાતના સમયે તબીબો અને દર્દીના પરિવારજનો વચ્ચે બોલાચાલી થઈ હતી. આ ગરમાંગરમી વચ્ચે એક બીજી ઘટના પણ સામે આવી હતી. જેમા એક દાદા ઉપરના માળેથી બારીએથી સિડી વચ્ચે નીચે આવી રહ્યા હતા. ત્યારે નીચે રહેલા એક વ્યક્તિએ બૂમ પાડી હતી. જેના પ્રત્યુતરમાં દાદાએ જણાવ્યું હતું કે ખૂબ ગરમી થાય છે અંદર એટલે હવા ખાવા માટે બહાર આવું છું. એમ કહી દાદા ફરી સીડી ચડીને પોતાના બેડ તરફ ચાલ્યા ગયા હતા.