હળવદ : હળવદ પંથકમાં કોરોનાનો પ્રકોપને કારણે ઘરેઘરે કોવિડના દર્દીઓ હોય તેવી ભયાનક પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ખાસ કરીને હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો કહેર વધુ છે. એટલે ગ્રામ્ય વિસ્તારોમાં તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. ત્યારે હળવદના નવા દેવળીયા ગામે શનિવારે કોરોના રેપીડ ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. હળવદ પંથકમાં કોરોનાના હાહાકાર વચ્ચે વધુ કોરોનાનું સંક્રમણ અટવાયા માટે સ્થાનિક કક્ષાએથી ચુસ્તપણે તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. જેમાં હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા વ્યક્તિઓના કોરોના ટેસ્ટ કરીને તાત્કાલિક સારવાર મળી રહે તેમજ કોરોના મહામારી અટકવવા વધુ સાવચેતીના પગલાં લઈ શકાય તે માટે ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સમસ્ત ગ્રામજનોના સહયોગથી આવતીકાલે તા. 17ને શનિવારે સવારે 9 થી 12 અને સાંજે 3 થી 6 વાગ્યા દરમિયાન દેવળીયા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના રેપીડ ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગામના તમામ લોકોને સાવચેતી માટે કોરોના રેપીડ ટેસ્ટ કરાવવાની અપીલ કરવામાં આવી છે.