તબીબો વીજળીક હડતાલ ઉપર ઉતરી ગયા બાદ આગેવાનોની સમજાવટથી વિવાદ સમ્યો મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલમાં આજે રાતના અરસામાં તબીબો અને કોરોના પોઝિટિવ દર્દીના પરિવાજનો વચ્ચે બોલાચાલી થઈ હતી. જેથી તબીબોએ વીજળીક હડતાલ શરૂ કરી દીધી હતી પણ બાદમાં થોડી વારમાં મામલો થાળે પડી ગયો હતો. મોરબી સિવિલ હોસ્પિટલમાં કોવિડ સેન્ટર કાર્યરત છે. જ્યાં અસુવિધાના ડેકારા વચ્ચે દાખલ પોઝિટિવ દર્દીના પરિવારજનો અને તબીબો વચ્ચે ચળભળ થઈ હતી. બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા રોષે ભરાયેલા તબીબોએ વીજળીક હડતાલ શરૂ કરી દીધી હતી. જો કે બાદમાં સામાજિક આગેવાનોએ તબીબોને સમજાવ્યા હતા અને દર્દીના પરિવારજનોને પણ સમજાવ્યા હતા. આમ અંતે મામલો થાળે પડ્યો હતો.