મોરબી : મોરબી સહિત રાજ્યભરમાં કોરોના કહેર મચાવી રહ્યો છે. ત્યારે વિદ્યાર્થીઓના હિતને ધ્યાને લઈને સરકાર દ્વારા હજુ 10મેં સુધી ઓફલાઇન શિક્ષણ બંધ જ રાખવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણની વ્યાપકતા ઘ્યાનમાં લઇને રાજ્ય સરકારે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય હિતમાં એક વધુ નિર્ણય લેતા જાહેર કર્યું છે કે સમગ્ર રાજ્યમાં ધોરણ 1 થી 12 ના વર્ગોમાં પ્રત્યક્ષ શિક્ષણ એટલે કે વર્ગ ખંડ શિક્ષણ આગામી 10મી મે સુધી અથવા રાજ્ય સરકાર દ્વારા અન્ય આદેશના થાય ત્યાં સુધી બંધ રાખવામાં આવશે.