મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા વધતા ખાનગી કોવિડ કેર સેન્ટર શરુ કરવામાં આવ્યા છે. લોકો કોવિડ કેર સેન્ટરમાં આર્થિક કે અન્ય રીતે મદદ કરી રહ્યા છે. ત્યારે જીકિયારી ગામના સેવાભાવી ગામજનો દ્વારા પાટીદાર કોવિડ કેર સેન્ટરના દર્દીઓ માટે દાડમના જ્યૂસ તૈયાર કરી પહોંચાડવામાં આવ્યો હતો. આમ, યુવકો દ્વારા કોરોનાના દર્દીઓ માટે ઇમ્યુનીટી બુસ્ટર દાડમના જ્યૂસની સેવા પૂરી પાડવામાં આવી હતી.