૨૦ માર્ચના રોજ બનેલા બનાવની હવે ફરિયાદ નોંધાતા આરોપીઓ પોલીસની હાથવેંતમાં હોવાની શક્યતા હળવદ : હળવદમાં આવેલા લોખંડના સળીયાના બનાવતા કારખાનાની છતના પતરાને તોડી તસ્કરો ઇલેક્ટ્રીક મોટરોની ચોરી કરી ગયાનો બનાવ સામે આવ્યો છે. જો કે ગત તા.૨૦ માર્ચના રોજ બનેલા બનાવની હવે ફરિયાદ નોંધાતા આરોપીઓ પોલીસની હાથવેંતમાં હોવાની શક્યતા છે. આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી વાસુદેવભાઇ જાદવજીભાઇ ધોળુ (ઉ.વ.૪૭ ધંધો-વેપાર રહે-હળવદ સરા રોડ આલાપ સોસાયટી તા.હળવદ)એ કોઇ અજાણ્યો ચોર ઇસમ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૨૦ માર્ચના રોજ ફરીયાદીના હરિક્રુષ્ણ બ્રાઇડ લોખંડના સળીયા બનાવવાનુ કારખાનામાં તસ્કરો ત્રાટકયા હતા. જેમાં કોઇ અજાણ્યા ચોર ઇસમે કારખાનાના છતના પતરાને તોડી કારખાનામા પ્રવેશ કરી કારખાનામાથી ઇલેક્ટ્રીક મોટર ૧૫ એચ.પી.ની નંગ ૦૧ (કી.રૂ ૧૦,૦૦૦) તથા ઇલેક્ટ્રીક મોટર ૦૫ એચ.પી.ની નંગ ૦૧ (કી.રૂ ૫,૦૦૦) એમ કુલ રૂ ૧૫૦૦૦ ની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. આ બનાવની ગઈકાલે ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે આ ચોરીનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે.