ભુજની જેલમાં કેદ યુવાનને સારવાર માટે અમદાવાદ લઈ જવાતો હતો ત્યારે હળવદ નજીક મોત નીપજ્યું હળવદ : કચ્છમાંથી ઝડપાયેલ ૨૨ વર્ષીય પાકિસ્તાનના યુવાનને સારવાર અર્થે ભુજની પાલારા જેલમાંથી અમદાવાદ સિવિલમાં લઇ જવાતો હતો ત્યારે આ યુવાનનું હળવદ નજીક મોત નિપજ્યું છે. બનાવની હળવદ પોલીસ મથકે નોંધ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ તા. ૮/૮/૨૦૧૯થી ભારતમાં ગેરકાયદેસર ઘુસવાના ગુનામાં ભુજની પાલારા જેલમાં બંધ પાકિસ્તાનના ૨૨ વર્ષીય તગજીભાઈ રાવતાભાઈ હોચીમલ પોતે એચ.આઈ.વી. અને ટી.બી.ની બીમારીથી પીડિત હોય, જેથી તેની સારવાર ભુજની જી.કે. હોસ્પિટલમાં ચાલતી હતી. જો કે યુવાનને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવતો હતો ત્યારે હળવદ નજીક આ યુવાનનું મોત નિપજયું હોવાનું સામે આવ્યું છે. જેથી, બનાવને પગલે હળવદ પોલીસે એડી નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.