ઓક્સિજન માટે દોડધામ કરતા દર્દીઓ માટે આશાનું કિરણ (કેતન ભટ્ટી) વાંકાનેર : વાંકાનેરમાં કોરોના દર્દીઓ માટે સૌથી અગત્યની જરૂરિયાત ઓક્સિજન માટે દર્દીઓનાં સ્વજનો દોડધામ કરી રહ્યા છે ત્યારે દાઉદી વ્હોરા સમાજના યંગ ગ્રૂપ દ્વારા લોકોને નિઃશુલ્ક ઓક્સિજન બોટલ આપવામાં આવી રહી છે. વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં પણ અપૂરતો ઓક્સિજન છે, ત્યારે કોરોના દર્દીઓનાં ઓક્સી લેવલ માટે કોઈ પણ સમયે ઓક્સિજનની જરૂરિયાત ઊભી થાય છે અને દર્દીઓનાં સ્વજનોને ઓક્સિજન મેળવવા દોડધામ કરવી પડી રહી છે ત્યારે યંગ ગ્રૂપ દ્વારા જ્યાં સુધી ઓક્સિજન જથ્થો પર્યાપ્ત હશે ત્યાં સુધી નિઃશુલ્ક આપવામાં આવશે. જરૂરિયાતમંદોએ મો. નંબર 79841 26237 તથા 91041 30052 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.