મોરબી : મોરબીના હજનાળી ગામે ગઢવી સમાજ દ્વારા આગામી તા. 21/04/2021ને રામનવમીના રોજ આયોજીત ચારણ સંત ઈશરદાસ બારહટના મહાપ્રયાણ મહોત્સવ-2021 કોરોના મહામારીને કારણે મોકૂફ રાખવામા આવ્યો છે. જે અંતર્ગત યોજાનાર હરિરસ સભા, મહાપ્રસાદ, શોભાયાત્રા, સન્માન સમારોહ, સંતવાણી ડાયરો સહીતના તમામ કાર્યક્રમો રદ કરવામા આવ્યા છે. જેની ભાવિકોએ નોંધ લેવા ઈશરદાસજી ટ્રસ્ટના સંયોજક ડૉ. કિશોરદાન ગઢવીની યાદીમા જણાવામા આવ્યુ છે.