હળવદ : ગઇકાલે તા. 13ના રોજ હળવદ તાલુકાના સુસવાવ ગામમાં દેવશીભાઇ ભગવાનભાઇ ખાંભળીયાની વાડીના શેઢે બ્રાહ્મણી ડેમના પાણીમાં આશરે 25થી 30 વર્ષના યુવક કોઇ કારણસર ડુબી જતા તેનું મોત થયું છે. આ બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. હાલમાં પોલીસે મૃતક યુવકની ઓળખ કરવા તજવીજ હાથ ધરી છે.