એમ્બ્યુલન્સની નિઃશુલ્ક સેવા માટે મો.નં. 99794 42890 ઉપર સંપર્ક કરવાનો રહેશે મોરબી : મોરબીમાં સિરામિક એસો.ને ગુજરાત ગેસ દ્વારા એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી છે. જે હાલ કોરોનાના દર્દીઓ માટે કાર્યરત છે. આ એમ્બ્યુલન્સ સેવાનો લાભ તમામ દર્દીઓ નિઃશુલ્ક લઈ શકે છે. મોરબી સિરામીક એશોસીએસનની માંગણીને ધ્યાનમા લઇને ગુજરાત ગેસ દ્વારા પેરામેડીકલ સ્ટાફ અને ઓકસીજન સાથે મોરબી સિરામીક એશોસીએસનને મોરબીમા એમ્બ્યુલન્સ ફાળવેલ છે. જેનુ સંચાલન મોરબી સિરામીક એશોસીએસન દ્વારા કરવામા આવે છે. જેનો લાભ મોરબીના તમામ લોકોને દર્દીનો પ્રાયોરીટી મુજબ આપવામા આવશે. જેના માટે મોરબી સિરામીક એશોસીએસનની ટીમનો મો.નં. 99794 42890 ઉપર કોન્ટેકટ કરવાનો રહેશે. આ સેવા તદ્દન ફ્રી રહેશે.