મોરબી : મોરબીના ઊંચી માંડલ ગામના બસ સ્ટેશનથી ધાર પ્લોટ વિસ્તાર તરફના રસ્તે બાઈક સ્લીપ થવાથી ગંભીર ઇજા થતાં બાઈકચાલકનું મોત નીપજ્યું હતું. તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ઊંચી માંડલ ગામ પાસે ઘાર વિસ્તારમાં રહેતા મનસુખભાઇ ઓઘવજીભાઇ ઝાંઝવાડિયા (ઉવ. ૨૫) નામનો યુવાન ગત તા.૧૭ માર્ચના રોજ પોતાનું હીરો સ્પેન્ડર પ્લસ જેના મોટર સાયકલ નંબર જી.જે. ૩૬ ડી ૯૬૧૩ લઈને ઊંચી માંડલ ગામના બસ સ્ટેશનથી ધાર પ્લોટ વિસ્તાર જતા રસ્તે પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન મોટર સાયકલ સ્લીપ થઈ જતા ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજ્યું હતું. આ બનાવની મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.