સેન્ટર ઓક્સિજન, વેન્ટિલેટર, ICU સુવિધાથી સજ્જ (કેતન ભટ્ટી) વાંકાનેર : BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા વડોદરા મંદિર ખાતે વર્તમાન કોરોના મહામારી અનુલક્ષીને 500 બેડનું સુવિધાથી સજ્જ કોવિડ હેલ્થ સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. વર્તમાનમાં કોરોના મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે ગુજરાતનાં વડોદરા ખાતે BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે 500 બેડનું કોવિડ હેલ્થ સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ વડોદરા BAPS સ્વામિનારાયણ મંદિર પરિસર સામેનાં યજ્ઞપુરુષ સભાગૃહમાં BAPS સ્વામિનારાયણ સંસ્થા, aims, l & t, piu અને ssg હોસ્પિટલનાં સંયુક્ત ઉપક્રમે 500 બેડનું કોવિડ હેલ્થ સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. જે ઓક્સિજન, વેન્ટિલેટર, icu સહિતની સુવિધાઓથી સજ્જ હેલ્થ સેન્ટર તૈયાર કરવામાં આવ્યું હોવાનું BAPS સ્વામિનારાયણ સંસ્થાનાં દ્વારા વિગતો આપવામાં આવી છે.