એક શખ્સે હુમલો કર્યાની વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ વાંકાનેર : વાંકાનેરમાં વાંઢા લીમડા ચોક પાસે રોડ પર 'સામે કેમ જુએ છે' તેમ કહી યુવાન ઉપર એક શખ્સે લોખંડના પાઈપથી હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ મામલે યુવાને આરોપી સામે હુમલો કર્યાની વાંકાનેર સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ઇશ્વરભાઇ ભરતભાઇ ધરોડીયા (ઉ.વ.-૨૮ ધંધો-માટીકામ રહે- રામક્રુષ્ણનગર પંચાસર રોડ મીટીકુલ કારખાના પાસે વાંકાનેર) એ આરોપી ગોરધન ઉર્ફે ગોધો ગોવિંદભાઇ ઇટોદરા (રહે-રામક્રુષ્ણનગર પંચાસર રોડ મીટીકુલ કારખાના પાસે વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા. ૧૨ના રોજ બપોરના આશરે સાડા બારથી પોણા એક વાગ્યાના સુમારે વાંકાનેરના વાંઢા લીમડા ચોક પાસે રોડ પર ફરીયાદી મોસા લઇ પોતાના કારખાનેથી ઘેર જમવા જતો હોય ત્યારે આરોપી રોડ પર ઉભો હોય ફરીયાદીએ તેની સામે જોતા આરોપીએ સામે કેમ જુએ છે તેમ કહી ગાળો દેતા ફરીયાદીએ ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાઇ વધુ ગાળો આપી બાદમાં ફરીયાદીના ઘરમા જઇ લોખંડના પાઇપ વતી એક ઘા ફરીયાદીને ડાબા કાન ઉપર માથાના ભાગે મારી ઇજા કરી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.