મોરબી : મોરબીના સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા મોરબીમાં ભુલી પડેલી મધ્યપ્રદેશની તરુણીનું પરીવાર સાથે મિલન કરાવવામાં આવ્યું હતું. મોરબીમાં તારીખ ૦૮-૦૪-૨૦૨૧ ના રોજ મઘ્ય પ્રદેશના જબુઆ જીલ્લાની યુવતી ભુલી પડી ગઈ હતી. તે ભુલી પડી ગયેલ ૧૬ વર્ષીય યુવતી ૧૮૧ અભયમ ટીમ મોરબીને મળી આવી હતી. ત્યારબાદ ૧૮૧ અભયમ ટીમ દ્વારા તે યુવતીને સખી વન સ્ટોપ સેંટર ખાતે રીફર્ડ કરવામાં આવેલ હતી. તેમજ સખી- વન સ્ટોપ સેંટરના સ્ટાફ દ્વારા તેણીને આશ્રય સહાય આપવામાં આવેલ હતો. તથા તેણીનુ કાઉંસેલિંગ કરવામાં આવેલ હતું. આ દરમિયાન સખી વન સ્ટોપ સેન્ટરના સ્ટાફને જાણવા મળ્યુ કે તે યુવતી જબુઆ મધ્ય પ્રદેશના કાગજર ગામની છે. તથા તેના પરીવાર વિષે પુછપરછ કરી તો માલુમ પડ્યુ કે તે તેના ભાઈઓ સાથે કામકાજ અર્થે મોરબી આવેલ હતી. પરંતુ તેની માનસીક સ્થીતી સારી ન હોવાથી તેના ઘરેથી નીકળી ગયેલ હતી. આ વિગતો ધ્યાનમાં આવતા સખી વન સ્ટોપ સેંટરના સ્ટાફ દ્વારા તે યુવતીના માતા-પિતાનો સંપર્ક કરી તેઓને સખી-વન સ્ટોપ સેંટર પર બોલાવી એ યુવતીને તેના માતા-પિતાને સોંપેલ હતી. ત્યારબાદ તેના માતા-પિતાએ સખી-વન સ્ટોપ સેંટરનો આભાર વ્યક્ત કરેલ અને જણાવેલ કે છેલ્લા ૪ દીવસથી તેઓ તેની દીકરીની શોધ-ખોળ કરતા હતા. હાલ તેમને તેમની દીકરી મળી ગયેલ છે. અને તેઓની આંખમાં હર્ષના આંસુ છલકાયેલ હતા.