ટંકારા : ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામે ગંગા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વ્યક્તિદીઠ માસ્ક અને સૅનેટાઇઝરનું વિતરણ કરવામાં આવ્યું હતું. જે માટે રાજવી પરિવારના ધ્રુવકુમારસિંહ જાડેજા તથા અગ્રણી દેવકરણભાઈ ભટાસણા સહિતના લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી. આમ, વર્તમાનમાં કોરોનાની કપરી પરિસ્થિતિ સામે પત્યેક વ્યક્તિ લડે અને જાગૃત બને તે માટે ધ્રુવનગર ગામમાં પ્રયાસ કરવામાં આવ્યો હતો.