તા. 12થી 18 એપ્રિલ સુધી યાર્ડ રહેશે બંધ હળવદ : કોરોનાના વધતા જતા કેસને લઈ હળવદ માર્કેટિંગ યાર્ડ દ્વારા આગામી તા.૧૨ થી૧૮ એપ્રિલ સુધી યાર્ડ સંપૂર્ણ પણે બંધ રાખવા નિર્ણય લેવાયો છે. હળવદ માર્કેટિંગ યાર્ડના મહેશભાઈ પટેલે જણાવ્યું છે કે હળવદમાં કોરોના સંક્રમણ ખૂબ જ વધી ગયું હોય, ખેડૂતોના હિતમાં આગામી તા. ૧૨થી ૧૮ એપ્રિલ સુધી યાર્ડ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે અને પરિસ્થિતિ જોયા બાદ તા. ૧૯ એપ્રિલથી યાર્ડ પુનઃ ચાલુ કરવામાં આવશે.