હળવદ : ગઈકાલે હળવદ વેપારી મહામંડળ અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સાત દિવસ માટે હળવદમાં સ્વૈચ્છિક આંશિક લોકડાઉન જાહેર કર્યું હતું. જેનો આજે હળવદના તમામ વેપારીઓએ સંપૂર્ણ ટેકો આપ્યો છે અને હળવદ શહેરની શાકભાજી, દૂધ, મેડિકલ સિવાયની તમામ દુકાનો બપોર બાદ બંધ રહી હતી.