કોરોનાના જરૂરિયાતમંદ દર્દીઓએ સાંજે ૫:૩૦થી ૬:૩૦ દરમિયાન મંદિરનો રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે મોરબી : વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના જલારામ પ્રાર્થના મંદિર દ્વારા રણછોડદાસ મહારાજે આજથી ૮૦ વર્ષ પૂર્વે સુચવેલ ઔષધિય પ્રસાદ અમૃતધારાનુ વિનામુલ્યે વિતરણ કરવાનુ આયોજન કરવામા આવેલ છે. આ વિતરણ સાંજે ૫:૩૦ થી ૬:૩૦ કલાક દરમિયાન થશે. કોરોનાની મહામારીમા કોરોનાગ્રસ્ત દર્દીની સારવારમા આ આયુર્વેદીક ઉપચાર અકસીર હોય, અતિ જરૂરીયાતવાળા દર્દીઓને અગ્રીમતા આપવામા આવશે. ઔષધિ મેળવવા માટે રૂબરૂ સંપર્ક કરવા તેમજ આગામી સમયમા સમયાંતરે આ આયુર્વેદીક ઔષધિનુ વિનામુલ્યે વિતરણ કરવામા આવશે તેમ જલારામ મંદિર-મોરબીના અગ્રણીઓએ યાદીમાં જણાવ્યુ છે.