મોરબી : મોરબી જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધતી જાય છે. ત્યારે અનેક સેવાભાવી લોકો અને સંસ્થાઓ કોવિડ કેર સેન્ટરમાં જરૂરી સુવિધા ઉપલબ્ધ થાય તે માટે દાન કરી રહ્યા છે. ત્યારે મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા કોરોના કેર સેન્ટર શરુ કરવામાં આવ્યું છે. જેમાં જય ગણેશ હીરોના અશોકભાઈ તરફથી રૂ. 51 હજારનું અનુદાન આપવામાં આવ્યું છે. આમ, જય ગણેશ હીરો દ્વારા કોવિડ કેર સેન્ટર ચલાવવામાં આર્થિક યોગદાન કરવામાં આવ્યું છે.