ટંકારા : લોકો સગા-સંબંધીઓની મદદ કરતા હોય એ સ્વાભાવિક છે. પરંતુ જયારે કોઈ અજાણ્યા વ્યક્તિની મદદ કરે તે પ્રસંસનીય હોય છે. ટંકારામાં રાહદારીએ અજાણ્યા બેભાન સાધુને હોસ્પિટલમાં ખસેડી માનવ ધર્મ નિભાવ્યો હતો. ટંકારામાં દેરીનાકા પાસે આવેલા ફુલિયા હનુમાન મંદિર સામે અજાણ્યા સાધુ બેભાન થઈ ગયા હતા. ત્યાંથી પસાર થતા રાહદારીએ તેમને જોઈને 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સ સેવાને જાણ કરી હતી. આથી, 108ની ટીમ તે સ્થળે આવી પહોંચતા બેભાન સાધુને 108 એમ્બ્યુલન્સ મારફત સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આમ, રાહદારીએ અજાણ્યા સાધુની વ્હારે આવી માનવતા મહેકાવી હતી.