મોરબીના બરવાળા ગામે આવતીકાલે મંગળવારે વિનામૂલ્યે કોરોના ટેસ્ટ

- text


મોરબી : મોરબી તાલુકાના બરવાળા ગામે આવતીકાલે મંગળવારે સવારે 10થી સાંજે 4 વાગ્યા સુધી વિનામૂલ્યે કોરોના ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

- text

બરવાળા ગામે કોરોના ટેસ્ટની સાથે ધન્વંતરિ રથ પણ સેવા આપશે. આ કેમ્પના આયોજન માટે રાજન જયંતીભાઈ પટેલ, બરવાળાના સરપંચ રમાબેન ભરતભાઈ તથા તાલુકા પંચાયત સદસ્ય ગીતાબેન કિશોરભાઈના સહયોગ પ્રાપ્ત થયો છે જેથી ગ્રામજનોએ તારીખ 13ને મંગળવાર ના રોજ સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી આ સેવાનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

- text