મોરબીમાં સર્વજ્ઞાતિ માટે કોરોના કેર સેન્ટર શરૂ કરવાની પહેલ કરતા યંગ ઇન્ડિયા ગ્રુપને ચોમેરથી મદદ નો કોલ મોરબી : મોરબીની સેવાભાવી સંસ્થા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી સર્વ જ્ઞાતિ માટે રફાળેશ્વર નજીક આદર્શ નિવાસી શાળામાં કોરોના કેર સેન્ટર શરૂ કરાતા ચોમેરથી મદદનો કોલ મળી રહ્યો છે અને મોરબી સીરામીક એસોસિએશન દ્વારા રૂપિયા પાંચ લાખનું અનુદાન જાહેર કરવામાં આવ્યું છે. મોરબી ખાતે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી તમામ સમાજના લોકો માટે શરૂ કરાયેલા કોરોના કેર સેન્ટરના સંચાલન ખર્ચ અને મેડિકલ સુવિધા માટે મોરબી સીરામીક એસોસિએશન દ્વારા આજે રૂપિયા 5 લાખ રૂપિયાની અનુદાન આપવાની જાહેરાત કરી છે. મોરબી સિરામિક એસોસિએશનના વીટ્રીફાઇડ ટાઇલ્સ એસોસિએશન પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા, વોલ ટાઇલ્સ એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયા, ફ્લોર ટાઇલ્સ એસોસિએશન પ્રમુખ વિનોદભાઈ ભાડજા અને સેનેટરિવેર એસોસિએશન પ્રમુખ કિરીટભાઈ પટેલ દ્વારા કોરોના કેર સેન્ટરના સંચાલન, મેડિકલ સહિતના ખર્ચને પહોંચી વળવા અનુદાન જાહેર કરી આ સેવા પ્રવૃત્તિ ઉતરોતર આગળ ધપાવવા માટે યંગ ઇન્ડિયા ગ્રુપને અભિનંદન પણ પાઠવ્યા છે.