માર્કેટ ચોક સહિત અલગ-અલગ વિસ્તારોમાં 500 માસ્કનું કરાયું વિતરણ વાંકાનેર : વાંકાનેરમાં કોરોનાથી રક્ષણ મેળવવા શહેર પોલીસ દ્વારા મુખ્ય માર્ગો પર માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. શહેર પી. આઈ. એચ. એન. રાઠોડનાં માર્ગદર્શન હેઠળ શહેર પોલીસ સ્ટાફ દ્વારા માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતાં. હાલમાં વધી રહેલ કોરોના કેસ અન્વયે જાહેર માર્ગ પર માસ્ક પહેરવું ફરજીયાત છે. ત્યારે શહેર પોલીસ સ્ટાફનાં હીરાભાઈ મઠીયા, હરપાલસિંહ, અજીતભાઈ, ઈંદુભા, દિવ્યરાજસિંહ સહિતનાં સ્ટાફ દ્વારા માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતાં.