હળવદ વેપારી મહામંડળ અને ચેમ્બર ઓફ કોમર્સની મળેલ બેઠકમાં લેવાયો નિર્ણય હળવદ : આજ રોજ હળવદ શહેરમાં આવેલ જનતા ફુડ મોલ ખાતે હળવદ વેપારી મહામંડળ અને ચેમ્બર ઓફ કોમર્સની સંયુક્ત બેઠક યોજવામાં આવી હતી અને આ બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે હળવદ શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં વધતા જતા કોરોનાના કેસને લઇ તમામ વેપારીઓ આવતીકાલ તા. ૧૨થી ૧૯ એપ્રિલ સુધી રોજગાર-ધંધા બપોરે 2 વાગ્યા બાદ બંધ રહેશે. જો કે દૂધ, શાકભાજી અને મેડિકલની દુકાનો દિવસ દરમિયાન ખુલ્લી રહેશે, તેમ હળવદ વેપારી મહામંડળના પ્રમુખ વિનોદભાઇ પટેલ અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ઘનશ્યામભાઈ દવેએ જણાવ્યું હતું.