કોરોનાના વધતા જતા સંક્રમણને ધ્યાને લઈને યાર્ડ દ્વારા લેવાયો નિર્ણય મોરબી : મોરબીમાં કોરોનાનું સંક્રમણ બેફામ રીતે વધી રહ્યું હોય માર્કેટિંગ યાર્ડ દ્વારા જનહિતને ધ્યાને રાખી યાર્ડની તા.11થી 17 સુધી સંપૂર્ણ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતને ધ્યાને લેવા એજન્ટો, વેપારીઓ અને ખેડૂતોને અપીલ કરવામાં આવી છે. મોરબીમાં કોરોનાના કેસો જેટ ગતિએ વધી રહ્યા હોય વેપારીઓ એસો. દ્વારા શનિ- રવિ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવાની સાથે સોમવારથી બપોરે 2 વાગ્યા બાદ બંધ રાખી આંશિક લોકડાઉનની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં પણ ઘઉં ચણાની આવક બંધ કર્યા બાદ વારાફરતે આવક શરૂ કરવાની તૈયારી ચાલી રહી હતી. પણ કોરોનાનું સંક્રમણ વધતા યાર્ડ દ્વારા 17મી સુધી સંપૂર્ણ કામકાજ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે સર્વેને નોંધ લેવા ઇન્ચાર્જ સેક્રેટરી કાંતિભાઈ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.