મોરબી : ગઈકાલે તા. 11ના રોજ મોરબી તાલુકાના અમરેલી ગામમાં ખાખરાવાળા મેલડીમાના મંદીર પાસે નદીમા નહાવા પડતા ડુબી જતા વિનોદભાઇ મોતીભાઇ ચૌહાણ (રહે-રણછોડનગર, ઉ.વ. 32)નું મોત થયું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.