મોરબી : મોરબીના રાજપર ગામે આજે ગામના યુવાનોના સાથ સહકારથી લોક ભાગીદારીથી સામુહિક કોરોના ટેસ્ટિંગ હાથ ધરવામાં આવતા 200 પૈકી 54 લોકો કોરોના પોઝિટિવ આવતા ગામમાં તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. સમસ્ત રાજપર ગામના યુવાનોના સાથ સહકાર અને લોક ભાગીદારીથી કોરોના ટેસ્ટ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૨૦૦ દર્દીઓને ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી ૫૪ દર્દી કોરોના સંક્રમિત આવ્યા હતા. આ આયોજન પ્રહલાદભાઈ મારવાણીયા, શૈલેષભાઇ મારવાણીયા, હિતેષભાઇ મારવાણીયા, મેઘજીભાઈ મારવાણીયા તથા હેલ્થ વર્કર ડો.હિરલ સનારીયા (એમ.બી.બી.એસ.) તથા હિતેશ મારવાણીયા (સહાયક) દ્વારા કરવામાં આવી હતી અને જ્યાં સુધી કોરોના ટેસ્ટ કીટ હશે ત્યાં સુધી લોકોના ટેસ્ટ કરવામાં આવશે.