કપાસ, રૂ (કોટન), ક્રૂડ પામતેલ (સીપીઓ)ના વાયદાના ભાવમાં સાર્વત્રિક તેજીનો માહોલ મેન્થા તેલ, રબરમાં નરમાઈ: ક્રૂડ તેલ બેરલદીઠ રૂ.૭૬ લપસ્યું : બિનલોહ ધાતુઓમાં વૃદ્ધિ મુંબઈ: કોમોડિટી ડેરિવેટિવ્ઝમાં દેશના અગ્રણી એક્સચેન્જ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) પર ૫થી ૮ એપ્રિલના સપ્તાહ દરમિયાન કોમોડિટી વાયદા અને ઈન્ડેક્સ વાયદામાં ૧૭,૬૬,૩૬૨ સોદાઓમાં કુલ રૂ.૧,૦૬,૭૮૯.૯૮ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં ઉછાળો રહ્યો હતો. સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧,૪૨૦ અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.૨,૪૧૨ ઊછળ્યો હતો. તમામ બિનલોહ ધાતુઓ પણ વધી આવી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ બેરલદીઠ રૂ.૭૬ લપસ્યું હતું. નેચરલ ગેસ પણ ઢીલું બંધ થયું હતું. કૃષિ કોમોડિટીઝમાં કપાસ, રૂ (કોટન), ક્રૂડ પામતેલ (સીપીઓ)ના વાયદાના ભાવમાં સાર્વત્રિક તેજીનો માહોલ હતો, જ્યારે મેન્થા તેલ અને રબરમાં નરમાઈ હતી. વિશ્વબજારની વાત કરીએ તો, સપ્તાહના અંતે આ લખાય છે ત્યારે ડોલર ઈન્ડેક્સ ૯૨.૧૪૮ના સ્તરે હતો. અમેરિકામાં બોન્ડ-ટ્રેઝરી યિલ્ડ ૧.૬૩૬ ટકાના સ્તરે હતું. અમેરિકામાં જોબલેસ ક્લેઈમ્સ ૬.૮૦ લાખની અપેક્ષા સામે આગલા ૭.૨૮ લાખથી વધીને ૭.૪૪ લાખના સ્તરે પહોંચ્યા હતા. યુએસ ડોલર રૂ.૭૪.૭૫, પાઉન્ડ રૂ.૧૦૨.૬૬ અને યુરો રૂ.૮૮.૯૮ના સ્તરે બોલાઈ રહ્યા હોવાના સમાચાર મળ્યા હતા. અમેરિકન ફેડે માર્ચ મહિનામાં યોજાયેલી મિટિંગની મિનિટ્સમાં બોન્ડ બાયિંગ અને લો ઈન્ટરેસ્ટ રેટ પોલીસી જાળવી રાખવાનો નિર્ણય લેતાં વિશ્વબજારમાં સોનું વધ્યું હતું. સપ્તાહના અંતે વિશ્વબજારમાં સોનું ૧ ઔંશદીઠ ૧૭૫૨ ડોલર અને ચાંદી ૧ ઔંશદીઠ ૨૫.૪૦ ડોલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા. ઘરેલૂ બજારમાં મુંબઈ ખાતે હાજર બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ૧૦ ગ્રામદીઠ ૯૯.૫૦ના રૂ.૪૬,૩૬૮ અને ૯૯.૯૦ના રૂ.૪૬,૫૫૪ બોલાઈ રહ્યા હતા, જ્યારે ચાંદીનો હાજર ભાવ કિલોદીઠ રૂ.૬૭,૧૭૫ બોલાઈ રહ્યો હોવાના સમાચાર હતા. સોના-ચાંદીના જીએસટી સાથેના હાજર ભાવ આ ભાવથી ૩ ટકા ઊપર હતા. હવે વાયદા બજારની વાત કરીએ તો, એમસીએક્સ ખાતે કીમતી ધાતુઓમાં સોનું જૂન વાયદો સપ્તાહના પ્રારંભે ૧૦ ગ્રામદીઠ રૂ.૪૫,૩૪૯ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૪૬,૯૦૦ અને નીચામાં રૂ.૪૫,૨૭૪ના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે રૂ.૧,૪૨૦ (૩.૧૩ ટકા)ના ઉછાળા સાથે રૂ.૪૬,૮૩૮ના સ્તરે બંધ થયો હતો, જ્યારે ગોલ્ડ-ગિનીનો એપ્રિલ વાયદો રૂ.૩૬,૧૯૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧,૧૬૩ (૩.૨૧ ટકા) ઊછળીને રૂ.૩૭,૩૫૮ અને ગોલ્ડ-પેટલનો એપ્રિલ વાયદો ૧ ગ્રામદીઠ રૂ.૧૩૦ (૨.૮૯ ટકા) વધીને રૂ.૪,૬૩૬ થયો હતો. સોનાનો મિની મે વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૫,૧૨૩ના સ્તરે ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧,૩૫૯ (૩.૦૧ ટકા) વધી રૂ.૪૬,૫૭૬ના સ્તરે બંધ થયો હતો. ચાંદીના વાયદાઓમાં એમસીએક્સ ચાંદી મે વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.૬૪,૮૦૦ ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૬૭,૭૩૫ અને નીચામાં રૂ.૬૪,૪૭૩ના સ્તરને સ્પર્શી, સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે રૂ.૨,૪૧૨ (૩.૭૧ ટકા)ના ઉછાળા સાથે રૂ.૬૭,૫૦૧ના સ્તરે બંધ થયો હતો. સપ્તાહના પ્રારંભે કીમતી ધાતુનો સૂચકાંક બુલડેક્સનો એપ્રિલ વાયદો ૧૪,૧૬૦ના સ્તરે ખૂલી, ઊંચામાં ૧૪,૬૫૭ અને નીચામાં ૧૪,૧૧૫ના મથાળે અથડાઈ સપ્તાહ દરમિયાન ૫૪૨ પોઈન્ટની મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે ૪૬૫ પોઈન્ટ (૩.૨૮ ટકા) વધીને ૧૪,૬૪૩ના સ્તરે બંધ થયો હતો, જ્યારે બિનલોહ ધાતુઓનો સૂચકાંક મેટલડેક્સનો એપ્રિલ વાયદો સપ્તાહ દરમિયાન ૬૪૮ પોઈન્ટની મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે ૬૫૩ પોઈન્ટ (૪.૭૧ ટકા) વધીને ૧૪,૫૩૧ના સ્તરે પહોંચ્યો હતો. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલનો એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.૪,૫૦૩ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૪,૫૦૩ અને નીચામાં રૂ.૪,૨૪૪ બોલાઈ, સપ્તાહના અંતે રૂ.૭૬ (૧.૬૮ ટકા)ના ભાવઘટાડા સાથે બંધમાં રૂ.૪,૪૩૮ના ભાવ થયા હતા. આ સામે નેચરલ ગેસનો એપ્રિલ વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.૭.૬૦ (૩.૯૧ ટકા) ઘટી રૂ.૧૮૬.૬૦ થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસનો એપ્રિલ-૨૧ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧,૨૫૨ના સ્તરે ખૂલી, ઊપરમાં રૂ.૧,૩૪૭.૫૦ અને નીચામાં રૂ.૧,૨૫૨ બોલાઈ, સપ્તાહના અંતે રૂ.૭૩.૫૦ (૫.૯૦ ટકા)ના ઉછાળા સાથે રૂ.૧,૩૧૮.૫૦ના સ્તરે બંધ થયો હતો, જ્યારે રૂ (કોટન)નો એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે ગાંસડીદીઠ રૂ.૨૧,૪૬૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૨૧,૯૮૦ અને નીચામાં રૂ.૨૧,૨૪૦ને સ્પર્શી, સપ્તાહના અંતે રૂ.૬૮૦ (૩.૨૦ ટકા)ના ઉછાળા સાથે રૂ.૨૧,૯૪૦ના સ્તરે બંધ થયો હતો. ક્રૂડ પામતેલ (સીપીઓ)નો એપ્રિલ વાયદો સપ્તાહના અંતે ૧૦ કિલોદીઠ રૂ.૫૦.૩૦ (૪.૬૧ ટકા)ની તેજી સાથે રૂ.૯૫૫.૩૦ના સ્તરે બંધ થયો હતો, જ્યારે મેન્થા તેલનો એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ.૭.૨૦ (૦.૭૫ ટકા) ઘટી રૂ.૯૫૫.૩૦ના સ્તરે પહોંચ્યો હતો. રબરનો એપ્રિલ વાયદો ૧૦૦ કિલોદીઠ રૂ.૧૭,૨૪૫ના સ્તરે ખૂલી, ઊપરમાં રૂ.૧૭,૩૮૭ અને નીચામાં રૂ.૧૬,૮૦૦ બોલાઈ, સપ્તાહના અંતે રૂ.૩૩૮ (૧.૯૭ ટકા)ના ભાવઘટાડા સાથે બંધમાં રૂ.૧૬,૮૨૫ના ભાવ થયા હતા.