ચાર શખ્સોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી વાંકાનેર : વાંકાનેર તાલુકાના જુના રાતીદેવળી ગામે જુના મનદુઃખનો ખાર રાખી યુવાન ઉપર ચાર શખ્સોએ હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે યુવાનના પિતાએ ચાર શખ્સોએ સામે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી લાલજીભાઈ ભલાભાઈ વોરા (ઉ.વ.-૫૬ ધંધો-કડીયાકામ રહે- ગામ-જુના રાતીદેવળી તા.વાંકાનેર) એ આરોપીઓ વસંતભાઈ ખેંગારભાઈ વોરા, કાળુભાઈ વસંતભાઈ વોરા, પોપટભાઈ વસંતભાઈ વોરા, વિજયભાઈ પરસોતમભાઈ વોરા, રમેશભાઈ ગોરધનભાઈ વોરા (રહે- પાંચેય- ગામ- જુની રાતીદેવળી તા.વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા.૮ ના રોજ આરોપીઓએ ફરીયાદીને જુના મનદુખનો ખાર રાખી ગાળો બોલતા હોય. જેથી, આ કામના ફરીયાદીના દિકરા સાહેદ પ્રકાશે ગાળો ન બોલવા ઠપકો આપતા જેનુ સારૂ નહિ લાગતા આરોપીએ પ્રકાશને લાકડાના ધોકા વતી જમણા પગે તથા બીજા આરોપીઓએ લોખંડના પાઈપ વતી સાહેદ પ્રકાશને જમણા પગે પેનીના ભાગે ફ્રેક્ચરની ઇજા પહોંચાડી તેમજ સાહેદ પ્રકાશને ઢીકાપાટુનો શરીરે વાંસામા મુંઢ માર મારી સાહેદ પ્રકાશને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.