યુવાનની ફરિયાદ પરથી એક શખ્સ સામે એટ્રોસીટી એક્ટ હેઠળ ગુન્હો નોંધાયો ટંકારા : રાજકોટ-મોરબી હાઈવે ઉપર મઢુલી હોટલ સામે શોલે નોનવેજની લારી ઉપર ગઈકાલે નોનવેજના લારીધારકે યુવાનને 'મારે તારી પાસેથી આગળના પૈસા લેવાના નિકળે છે' કહી યુવાનને ઝાપટ ઝીકી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે એટ્રોસીટી એક્ટ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી અશ્વિનભાઇ કરશનભાઇ સોલંકી (ઉવ.૨૮ ધંધો.મજુરી રહે.ટંકારા ઉગમણા નાકા)એ આરોપી અલ્તાફ હુસેન ખલીફા (રહે.ટંકારા તીલકનગર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા. ૭ના રોજ રાજકોટ-મોરબી હાઈવે ઉપર મઢુલી હોટલ સામે આવેલી આરોપીની શોલે નોનવેજ લારી ઉપર ફરીયાદી નોનવેજનુ પાર્સલ લેવા જતા આરોપીએ આગળના પૈસા આપવાના બાકી છે, તેમ કહેતા ફરીયાદી એ કહેલ કે મારે પૈસા લેવાના નિકળે છે, તેમ કહેતા આરોપી એકદમ ગુસ્સે થઇ ફરીયાદી સાથે બોલાચાલી કરી ગાળો આપી મોઢાના ભાગે કાન પાસે બે-ત્રણ ઝાપટ મારી જાતિ પ્રત્યે અપશબ્દ બોલી હડધુત કર્યાની ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.